Wednesday, April 23, 2025
More

    હરિદ્વારમાં ગેરકાયદેસર મજાર પર ફર્યું બુલડોઝર, સિંચાઈ વિભાગની જમીન પર હતો કબજો

    દેવભૂમિ ઉત્તરાખંડના હરિદ્વારમાં (Haridwar) જિલ્લા વહીવહીતંત્રે ગેરકાયદેસર ઊભી કરેલી મજાર (Mazar) પર બુલડોઝર ફેરવી દીધું હોવાનું સામે આવ્યું છે. તે મજાર ગેરકાયદેસર રીતે સિંચાઇ વિભાગની જમીન પર બનાવી હતી, જેના પર કાર્યવાહી કરતાં શનિવારે (19 ઑક્ટોબર) જિલ્લા વહીવહીતંત્રએ તેને જમીનદોસ્ત કરી નાખી છે. આ કાર્યવાહી SDM અજયવીર સિંઘના નેતૃત્વમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. 

    હરિદ્વારના રાણીપુર કોતવાલીમાં ઋષિકેશ સિંચાઇ વિભાગના ટિહરી ડેમ પ્રોજેક્ટ રિહેબિલિટેશન બોર્ડની જમીન પર ગેરકયદેસર રીતે મજાર જેવું ઇસ્લામી બાંધકામ કરવામાં આવ્યું હતું. જેના પર DMના આદેશ બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. બુલડોઝર કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી હતી. 

    આ કાર્યવાહી બાદ જિલ્લા વહીવટીતંત્રએ ચેતવણી આપી છે કે, સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને બિલકુલ સહન કરી શકાશે નહીં. હરિદ્વાર જિલ્લાના અતિક્રમણ હટાવો અભિયાનના નોડલ અધિકારી મનીષ સિંઘે જણાવ્યું છે કે, મજાર બનાવવા માટે વહીવટીતંત્ર પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, તેથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.