Tuesday, March 4, 2025
More

    ‘ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગેરકાયદેસર ઘૂસણખોરોને તેમના દેશ નહીં… ગ્વાન્ટાનામો ખાડી મોકલાશે’: ડોનાલ્ડ ટ્રમ્પ

    અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એક બાદ એક મોટા નિર્ણય લઈ રહ્યા છે. હાલમાં જ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ગૃહ સુરક્ષા અને સંરક્ષણ વિભાગોને ગ્વાન્ટાનામો ખાડીમાં (Guantanamo Bay) 30,000 બેડની વિશાળ સ્થળાંતર સુવિધા તૈયાર કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર છે જ્યાં 100થી વધુ યુએસ ડિપોર્ટીઓને રાખવામાં આવશે. આ જગાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાંથી (illegal immigrants) જે ‘સૌથી ખરાબ ગુનેગારો’ હશે તેમને રાખવામાં આવશે.

    “મોટાભાગના લોકોને તેના વિશે ખબર પણ નથી. અમારી પાસે ગ્વાન્ટાનામોમાં 30,000 પથારી છે, જે અમેરિકન લોકો માટે ખતરો બનેલા સૌથી ખતરનાક ગુનેગાર એવા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રાખે છે. તેમાંના કેટલાક એટલા ખતરનાક છે કે આપણે તેમના સંબંધિત દેશો પર તેમને પકડવાનો વિશ્વાસ પણ કરતા નથી. અમે નથી ઇચ્છતા કે તેઓ પાછા આવે. તો અમે તેમને ગ્વાન્ટાનામો મોકલીશું.”

    ગ્વાન્ટાનામો ખાડી ક્યુબાના દક્ષિણપૂર્વ કિનારે છે. 1898માં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં ક્યુબા પર કબજો જમાવ્યો ત્યારથી અમેરિકાએ ત્યાં એક મુખ્ય નૌકાદળ મથક ચલાવ્યું છે. ગુઆન્ટાનામો બે ડિટેન્શન કેમ્પની સ્થાપના 2002માં અમેરિકા અને તેના લોકોની સુરક્ષા માટે ખતરો ગણાતા કટ્ટર ગુનેગારો અને આતંકવાદીઓને રાખવા માટે કરવામાં આવી હતી.