Friday, January 31, 2025
More

    ‘હાથ લગાયા તો કાટ કે રખ દેંગે… 15 મિનિટ યાદ દિલાના પડેગા…’: પોળો ફોરેસ્ટમાં બનેલ ગેરકાયદેર દરગાહ વિરુદ્ધ હિંદુઓએ આપ્યું આવેદન તો મુસ્લિમે આપી દીધી ધમકી

    ગત અઠવાડિયે સાબરકાંઠાના પોળો ફોરેસ્ટ (Polo Forest) ખાતે બનેલ એક અવૈધ દરગાહ (Illegal Dargah) વિરુદ્ધ સ્થાનિક હિંદુ સંગઠનોએ પ્રસાશને આવેદન આપ્યું હતું. જે બાદ સોશિયલ મીડિયા પર એક મુસ્લિમ યુવાને હિંદુઓને ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું.

    ઈન્સ્ટાગ્રામ પર એક @mr_jilani_1313 નામના આઈડી પરથી આ દરગાહની સ્ટોરી મૂકીને તેના પર હિંદુઓને ધમકી આપતા લખ્યું હતું કે, ‘હાથ લગાયા તો કાટ કે રાખ દેગે’, ‘લાગતા હૈ 15 મિનિટ ફિરસે યાદ દિલાના પડેગા’. આમ કરીને તેણે ઓવૈસીના 15 મિનિટ પોલીસ હટાવવાવાળા નિવેદનને યાદ અપાવ્યું હતું.

    બજરંગ દળ ગુજરતના આધિકારિક X હેન્ડલ પરથી આ ધમકીભરી પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને સાબરકાંઠાના SPને આજીજી કરાઈ હતી કે આવા અસામાજિક તત્વોને જલ્દીથી જલ્દી પકડીને જેલના હવાલે કરવામાં આવે.

    હજુ સુધી પોલીસે આ વ્યક્તિની ધરપકડ નથી કરી. ઑપઇન્ડિયાએ પોલીસ સાથે વાત અકળવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. તાજી જાણકારી મળતા આ લેખ અપડેટ કરવામાં આવશે.