Friday, April 25, 2025
More

    દુબઈમાં શરૂ થશે IIM અમદાવાદની બ્રાન્ચ: દુબઈ ઈન્ટરનેશનલ અકેડેમિક સિટીમાં બનશે કેમ્પ્સ, ક્રાઉન પ્રિન્સની ભારત મુલાકાત દરમિયાન થયા MoU

    IIM અમદાવાદ કેમ્પસના (IIM Ahmedabad Campus) નામે વધુ એક યશકલગી જોડાઈ છે. હવે દુબઈમાં (Dubai) તેનું નવું કેમ્પસ શરૂ થવા જઈ રહ્યું છે. હાલ દુબઈના ક્રાઉન પ્રિન્સ HE હેલાલ સઈદ અલમારી પોતાના બહરાતા પ્રવાસે આવેલા છે. આ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે.

    આ બાબતે IIM અમદાવાદે પોસ્ટ કરીને લખ્યું હતું કે, “અમને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે દુબઈ ઇન્ટરનેશનલ એકેડેમિક સિટી ખાતે IIMA દુબઈ બ્રાન્ચ કેમ્પસ સાથે અમારી વૈશ્વિક હાજરીનો વિસ્તાર કરી રહ્યા છીએ!”

    આગળ અલખ્યું છે કે, “આ સમજૂતી કરાર પર IIM-Aના ડિરેક્ટર પ્રોફેસર ભાસ્કર ભરત અને દુબઈના અર્થતંત્ર અને પર્યટન વિભાગના ડિરેક્ટર જનરલ હિઝ એક્સેલન્સી હેલાલ સઈદ અલમારી વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.”