Thursday, March 6, 2025
More

    ‘રંગથી વાંધો હોય તો ઘરમાં જ રહેજો’: સંભલના CO અનુજ ચૌધરીની મુસ્લિમોને સલાહ, કહ્યું- વર્ષમાં જુમ્મા 52 વાર આવે છે પણ હોળી માત્ર એક વાર

    હોળીને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશના સંભલમાં (Sambhal) શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સ્થાનિક CO અનુજ ચૌધરીએ (CO Anuj Chaudhary) મુસ્લિમોને કડક ચેતવણી આપી છે. સીઓ અનુજ ચૌધરીએ કહ્યું છે કે જેને હોળી (Holi) પર રંગો સામે વાંધો હોય તેણે ઘરની બહાર ન નીકળવું જોઈએ.

    સાથે જ તેઓએ કહ્યું કે વર્ષમાં 52 જુમ્મા હોય છે અને હોળી ફક્ત એક જ વાર આવે છે. જેમ મુસ્લિમો ઈદની રાહ જુએ છે, તેવી જ રીતે હિંદુઓ હોળીની રાહ જુએ છે. તેમણે હિંદુઓને પણ અપીલ કરી છે કે વાંધો ઉઠાવનારા લોકો પર રંગો ન ફેંકે.

    શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં હોળીની ઉજવણી માટે સંભલ કોતવાલીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. સીઓ અનુજ ચૌધરીએ કોઈનું નામ લીધા વિના, મુસ્લિમ સમુદાયને હોળી પર પોતાના ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી.

    તેમણે કહ્યું કે ફક્ત તે જ લોકોએ બહાર આવવું જોઈએ જેમને રંગ સામે કોઈ વાંધો નથી. સીઓએ કહ્યું કે હોળી વર્ષમાં એકવાર આવે છે, જ્યારે વર્ષમાં 52 જુમ્મા હોય છે. તેમણે એવી પણ અપીલ કરી કે જે લોકો વાંધો ઉઠાવે છે તેમના પર રંગ ન લગાવવો જોઈએ.