ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના (AIMPLB) પ્રવક્તાએ સોમવારે મીડિયાના કેમેરા સામે ધમકી (threatened) આપતા કહ્યું હતું કે, જો વક્ફ બિલ (Waqf Bill) પાસ થશે તો તેઓ આખા દેશને શાહીન બાગ (Shaheen Bagh) બનાવી દેશે.
સ્વાભાવિક છે કે અહીં શાહીન બાગ બનાવી દેવાનો અર્થ છે કે ભૂતકાળમાં CAA વિરુદ્ધ આંદોલનના (anti-CAA Protest) નામે દિલ્હીના શાહીન બાગમાં જે કટોકટીની પરિસ્થિતિ ઊભી કરી હતી તેવી આખા દેશમાં ઊભી કરવી.
સાથે જ પોતાની વાતમાં તેમણે આ બિલને ‘વિવાદિત કાયદો’ (Disputed Law) ગણાવ્યું હતું. નોંધનીય છે કે 27 ફેબ્રુઆરી 2025ના રોજ આ બિલને મોદી કેબિનેટમાંથી મંજૂરી મળી ચૂકી છે.