Friday, March 14, 2025
More

    બંગાળમાં ફરી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ કરાઈ ખંડિત: ભાજપે શેર કર્યો વિડીયો, તાજેતરમાં જ સામે આવ્યા હતા આવા બે કિસ્સા

    શુક્રવારે (14 માર્ચ) ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ X પર પોસ્ટ કરીને પશ્ચિમ બંગાળમાં એક હિંદુ મંદિર પર હુમલો થયો હોવાની માહિતી આપી છે. આ ઘટના પશ્ચિમ બંગાળના પુર્બા મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામ બ્લોક 2ના કમાલપુર ગામમાં બનવા પામી હતી. મંદિરમાં રહેલી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ તોડવામાં આવી હતી.

    તેમણે પોસ્ટ કરેલા વિડીયોમાં હિંદુ દેવી-દેવતાઓની ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ જોવા મળી રહી છે. સાથે તેમણે લખ્યું છે કે, “નંદીગ્રામ બ્લોક 2ના અમદાબાદ ક્ષેત્રના કમાલપુરમાં સ્થનીક લોકો ગયા મંગળવારે પૂજા-અર્ચનામાં લાગ્યા હતા. જોકે, રામ નામના જાપ ચાલુ જ રહ્યા હતા, તે દરમિયાન કેટલાક લોકોને રામ નામનો જાપ સહન ન થયો અને તેમણે સ્થળ પર તોડફોડ કરીને મૂર્તિઓને ખંડિત કરી નાખી.”

    વાયરલ વિડીયોમાં એક વ્યક્તિને તેવું કહેતી સાંભળવામાં આવી રહી છે કે, “આ એક ગંભીર સ્થિતિ છે. પોલીસની પ્રતિક્રિયા નથી. તમે જોઈ શકો છો કે, પોલીસ કશું નથી કરી રહી.” આ સાથે જ ખંડિત મૂર્તિનો વિડીયો ઉતારી રહેલા એક માણસને પોલીસકર્મી ધમકાવતો હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

    નોંધનીય છે કે, તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં આવી અનેક ઘટનાઓ નોંધાઈ છે. 7 માર્ચે શેખ ઈંદુ નામના મુસ્લિમ વ્યક્તિએ શીતળા માતાની મૂર્તિને ખંડિત કરી હતી અને ત્યારબાદ આગ લગાવી દીધી હતી. ત્યારબાદ 9 માર્ચે ભાજપ નેતા દિલીપ ઘોષે મહાકાળી મંદિર પર હુમલો થયો હોવાનું કહ્યું હતું.