Saturday, April 26, 2025
More

    ‘કાયદો લઘુમતીઓ નહીં સ્વીકારે’ની વાતો નહીં ચાલે, સંસદે બનાવેલો કાયદો છે, સૌએ સ્વીકારવો જ પડશે: ગૃહમંત્રી શાહ

    લોકસભામાં વક્ફ સંશોધન બિલ પરની ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે એક વિપક્ષી સાંસદની ટિપ્પણીનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કાયદો મુસ્લિમો કે લઘુમતીઓ નહીં સ્વીકારે તેવી ભડકાઉ વાતો કહીને ડરાવવાના પ્રયાસો કરવામાં ન આવે. તેમણે ઉમેર્યું કે, કાયદો દેશની સંસદ દ્વારા પસાર થશે અને એ સૌને બંધનકર્તા હશે. 

    ગૃહમંત્રીએ કહ્યું, “એક સાંસદે અહીં સુધી કહી દીધું કે લઘુમતીઓ કાયદો સ્વીકાર નહીં કરે. કોને ધમકાવવા માંગો છો? સંસદનો કાયદો છે, સૌએ સ્વીકાર કરવો પડશે.” 

    તેમણે આગળ કહ્યું કે, “કોઈ કઈ રીતે કહી શકે કે અમે કાયદો નહીં સ્વીકારીએ? કાયદો ભારત સરકારનો છે અને દરેક પર બંધનકર્તા હશે, તેને સ્વીકારવો જ પડશે.”