Tuesday, March 18, 2025
More

    ‘ઇકોસિસ્ટમ સત્યને છુપાવી શકતી નથી’: PM મોદી બાદ હવે ગૃહમંત્રી અમિત શાહે ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ પર આપી પ્રતિક્રિયા

    હાલમાં ગુજરાતમાં 2002માં થયેલ હિંદુ હત્યાકાંડ પર બનેલ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ (The Sabarmati Report) ખૂબ ચર્ચામાં છે. રવિવારે પ્રધામંત્રી મોદીએ આ બાબતે એક ટિપ્પણી કરી હતી. જે બાદ હવે ગૃહમંત્રી અમિત શાહની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

    અમિત શાહે લખ્યું હતું કે, “ભલે ઇકોસિસ્ટમ ગમે તેટલો પ્રયત્ન કરે, તે સત્યને કાયમ માટે અંધકારમાં છુપાવી શકતું નથી.” ફિલ્મની વાત કરતા તેઓએ લખ્યું, “ફિલ્મ સાબરમતી રિપોર્ટ અપ્રતિમ હિંમત સાથે ઇકોસિસ્ટમને પડકારે છે અને કમનસીબ ઘટના પાછળના સત્યને ઉજાગર કરે છે.”

    આ પહેલા PM મોદીએ આ ફિલ્મ બાબતે કહ્યું હતું કે, “ફેક નરેટિવ અમુક સમય માટે જ ટકી શકે છે, આખરે તો તથ્યો સામે આવતાં જ હોય છે.”