Friday, April 25, 2025
More

    હોમ લોન થશે સસ્તી, EMI પણ ઘટશે… RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કર્યો ઘટાડો

    રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા એટલે RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે અને હવે પોઈન્ટ માત્ર 6% રહ્યો છે. પહેલાં તએ 6.50% હતો. એટલે કે આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે અને EMI પણ ઘટી શકે છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ 9 એપ્રિલે સવારે 10 વાગ્યે નાણાકીય વર્ષમાં RBIની પ્રથમ મોનેટરી પોલિસી કમિટીની બેઠકના નિર્ણયો વિશે માહિતી આપી હતી.

    અગાઉ ફેબ્રુઆરીમાં પણ RBIએ 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. જે બાદ રેપો રેટ ઘટીને માત્ર 6.25 રહી ગયો હતો. ત્યારબાદ હવે ફરીથી 25 બેસિસ પોઈન્ટ ઘટાડવાથી 6% પર આવી ગયો છે. વધુમાં ગવર્નરે આ માહિતી આપતા કહ્યું હતું કે, FY2026ની શરૂઆત પડકારો થઈ થઈ છે. પરંતુ, છેલ્લા કારોબારી વર્ષના પહેલા 6 મહિનાઓની સુસ્તી બાદ ભારતનું અર્થતંત્ર સતત વિકસી રહ્યું છે.

    વધુમાં તેમણે ટેરિફને લઈને ચિંતા વ્યકત કરી હતી અને કહ્યું હતું કે, હાઇ ટેરિફથી નેટ એક્સપોર્ટ ગતિવિધિઓ પર નેગેટિવ અસર પડી શકે છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું હતું કે, ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીમાં તેજી આવી છે, તે સિવાય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ સુધાર છે.