કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વ હેઠળની સરકારના 11 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે 11 વર્ષમાં (11 Years of Modi Government) મોદી સરકારે કરેલ વિકાસ કાર્યો અને ઉપલબ્ધિઓ ગણાવી હતી.
તેમણે લખ્યું હતું કે, “મોદી સરકારના ઐતિહાસિક 11 વર્ષ સંકલ્પ, સમર્પણ અને જાહેર સેવા પ્રત્યેની નિષ્ઠાનો સુવર્ણ યુગ રહ્યો છે. #11YearsOfSeva, દેશમાં આર્થિક પુનરુત્થાન, સામાજિક ન્યાય, સાંસ્કૃતિક ગૌરવ અને રાષ્ટ્રીય સુરક્ષાનો નવો યુગ જોવા મળ્યો છે. મોદી સરકારે સાબિત કર્યું છે કે જ્યારે નેતૃત્વ સ્પષ્ટ હોય છે, સંકલ્પ મક્કમ હોય છે અને ઈરાદો જાહેર સેવાનો હોય છે, ત્યારે સેવા, સુરક્ષા અને સુશાસનના નવા કીર્તિમાન બને છે.”
मोदी सरकार के ऐतिहासिक 11 वर्ष जनसेवा के संकल्प, साधना और समर्पण का स्वर्णिम कालखंड रहे हैं।#11YearsOfSeva में देश ने आर्थिक पुनरुत्थान, सामाजिक न्याय, सांस्कृतिक गौरव और राष्ट्रीय सुरक्षा का एक नया युग देखा है। मोदी सरकार ने यह सिद्ध कर दिया कि जब नेतृत्व स्पष्ट, संकल्प अडिग…
— Amit Shah (@AmitShah) June 9, 2025
તેમણે આગળ લખ્યું હતું કે, “2014માં જ્યારે મોદીજીએ દેશની કમાન સંભાળી, ત્યારે દેશમાં પોલિસી પેરાલિસીસ હતો. ન નીતિઓ હતી, ન નેતૃત્વ હતું અને સરકારમાં કૌભાંડો ચરમસીમાએ હતા. અર્થતંત્ર ખોરવાઈ ગયું હતું અને શાસન દિશાહીન હતું.”
2014 में जब मोदी जी ने देश की बागडोर संभाली, तब देश में पॉलिसी पैरालिसिस था। न नीतियाँ थीं, न नेतृत्व था और सरकार में घोटाले चरम पर थे। अर्थव्यवस्था जर्जर और शासन व्यवस्था दिशाहीन थी।#11YearsOfSeva में ‘मिनिमम गवर्नमेंट, मैक्सिमम गवर्नेंस’ से देश के विकास की स्पीड और स्केल…
— Amit Shah (@AmitShah) June 9, 2025
આગળ લખ્યું કે, “#11YearsOfSevaમાં, ‘મિનીમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નેંસ’ સાથે દેશના વિકાસની ગતિ અને માપદંડ બદલાઈ ગયા છે. પ્રધાનમંત્રી શ્રી@narendramodiજી ખેડૂતો, મહિલાઓ, પછાત, દલિતો અને વંચિતોને શાસનના કેન્દ્રમાં લાવ્યા અને તુષ્ટિકરણને બદલે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની કાર્ય સંસ્કૃતિ બનાવી.”
ત્યારપછીની પોસ્ટમાં કહ્યું હતું કે, “#11YearsOfSeva રાષ્ટ્રીય સુરક્ષાની દિશામાં પણ એક સીમાચિહ્નરૂપ સાબિત થયું છે. નક્સલવાદ તેના અંતિમ તબક્કામાં છે, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરપૂર્વમાં શાંતિ સ્થાપિત થઈ ગઈ છે, ભારત હવે આતંકવાદીઓના ઘરોમાં ઘૂસીને આતંકવાદી હુમલાઓનો જવાબ આપે છે. આ મોદી સરકારના નેતૃત્વમાં ભારતનું બદલાતું ચિત્ર દર્શાવે છે.”
#11YearsOfSeva राष्ट्रीय सुरक्षा की दिशा में भी मील का पत्थर सिद्ध हुए हैं। नक्सलवाद अपनी अंतिम साँसे गिन रहा है, जम्मू-कश्मीर और पूर्वोत्तर में शांति की स्थापना हुई है, भारत अब आतंकवादी हमलों का जवाब आतंकियों के घर में घुस कर देता है। यह मोदी सरकार में भारत की बदलती तस्वीर को…
— Amit Shah (@AmitShah) June 9, 2025
વધુમાં લખ્યું કે, “મોદી સરકાર 3.0માં નવું ભારત સુધારા, પ્રદર્શન અને પરિવર્તનની શક્તિ સાથે વિકાસ અને આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશવાસીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવીને ભારતને દરેક ક્ષેત્રમાં નંબર 1 બનાવવાની આ યાત્રા આ રીતે ચાલુ રહેશે.”