Saturday, July 19, 2025
More

    ‘જ્યાં સારા રેલવે સ્ટેશન પણ નહોતા, ત્યાં અમે એરપોર્ટ બનાવ્યા છે’: PM મોદીએ હિસાર ટુ અયોધ્યાની પ્રથમ ફ્લાઈટને આપી લીલીઝંડી, હરિયાણામાં ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલની મૂકી આધારશિલા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે હરિયાણાની (Haryana Visit) મુલાકાતે છે. પ્રધાનમંત્રીએ આજે ​​રાજ્યના પ્રથમ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ હિસાર એરપોર્ટથી અયોધ્યાની પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી આપી. આ સાથે આંતરરાષ્ટ્રીય ટર્મિનલનો (Hisar International Airport Terminal) શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે.

    મહારાજા અગ્રસેન હિસાર એરપોર્ટ પરથી આજે પહેલાં વિમાને ઉડાન ભરી હતી. PM નરેન્દ્ર મોદી સોમવારે હિસાર પહોંચ્યા. હિસારથી, પીએમ મોદીએ સવારે 10.15 વાગ્યે શ્રીરામની નગરી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી આપી હતી. સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ‘હિસાર હવે અયોધ્યાથી જોડાઈ ગયું છે.’

    આ એરપોર્ટ હિસારમાં 7,200 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકલ્પ તરીકે તેને 3 તબક્કામાં વિકસાવવામાં આવશે. આ અંગે, હરિયાણા સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

    નોંધનીય છે કે ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આ એરપોર્ટ પરથી હિસાર ટુ અયોધ્યાની પ્રથમ ફ્લાઈટને PM મોદીએ લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન જનસંબોધનમાં PM મોદીએ કહ્યું હતું કે, “છેલ્લા 10 વર્ષોમાં, કરોડો ભારતીયોએ હવાઈ મુસાફરી કરી છે, જ્યાં સારા રેલવે સ્ટેશન પણ નહોતા ત્યાં અમે નવા એરપોર્ટ બનાવ્યા છે.”