Friday, April 25, 2025
More

    લંડનમાં ભારતીયોએ મમતા બેનર્જીને ઘેર્યા, બંગાળમાં હિંદુઓના નરસંહારથી હતા ગુસ્સે: મુખ્યમંત્રીએ પોતાને ગણાવ્યા ‘રોયલ બંગાળ ટાઇગર’

    ગુરુવાર, 27 માર્ચના રોજ લંડનમાં રહેતા હિંદુઓએ (Hindus in London) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને (West Bengal CM Mamata Banerjee) તેમના રાજ્યમાં હિંદુઓના નરસંહાર, આરજી કર બળાત્કાર, રાજ્યમાંથી ટાટાના બહાર નીકળવા અને અન્ય મુદ્દાઓ પર ઘેર્યા (confronted) હતા.

    મમતા બેનર્જી લંડનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં ‘પશ્ચિમ બંગાળમાં સામાજિક વિકાસ – કન્યા, બાળ અને મહિલા સશક્તિકરણ’ વિષય પર બોલી રહ્યા હતા.

    વિડીયોમાં, લંડનમાં રહેતા હિંદુઓ મમતા બેનર્જીને તેમના રાજ્યમાં ચાલી રહેલા ગેરવહીવટ વિશે પ્રશ્નો પૂછતા સાંભળવામાં આવે છે. એક માણસ પૂછતો સાંભળવામાં આવે છે, “કેટલા હિંદુઓ માર્યા ગયા?”. સામે આવેલા બીજા એક વીડિયોમાં, બીજો એક માણસ પૂછતો સંભળાય છે, “હિંદુઓ માટે કોઈ શબ્દો છે?”

    ભાજપે વિડીયોના કેટલાક અંશો પણ પોસ્ટ કર્યા. અમિત માલવિયાએ X પર પોસ્ટ કર્યું, “લંડનની કેલોગ કોલેજમાં બંગાળી હિંદુઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઘેર્યા હતા. આરજી કરમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા, સંદેશખલીમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ, હિંદુઓના નરસંહાર અને વ્યાપક ભ્રષ્ટાચાર માટે તેમને જવાબદાર ઠેરવતા ગુસ્સે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા…”

    શેર કરાયેલા વિડીયોમાં, વિરોધીઓ પૂછતા સાંભળી શકાય છે કે, “કેટલા હિંદુઓ માર્યા ગયા?” આ પ્રશ્ન સુસંગત બની જાય છે કારણ કે એવી ઘટનાઓની લાંબી યાદી છે જેમાં ટીએમસીના ગુંડાઓ અને રાજ્યના ઇસ્લામવાદીઓએ હિંદુઓને નિશાન બનાવ્યા છે. એ નોંધવું યોગ્ય છે કે ભૂતકાળમાં અનેક પ્રસંગોએ બેનર્જીએ પોતે વારંવાર ‘કાફિરો સામે લડવા‘નો ઉલ્લેખ કરીને હિંદુઓને રાક્ષસી ગણાવ્યા છે.