31મેના રોજ વહેલી સવારે બાંગ્લાદેશમાં (Bangladesh) ચટગાંવના (Chittagong) સીતાકુંડ ઉપજિલ્લાના સલીમપુર યુનિયનમાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ એક હિંદુ મંદિર (Hindu Temple Burnt) તોડી પાડ્યું હતું. આ સાથે જ મંદિરને બાળી નાખવામાં આવ્યું હતું અને દેવીની મૂર્તિને પણ તોડી પાડવામાં આવી હતી. કટ્ટરપંથીઓએ શનિવારે સવારે લગભગ 3 વાગ્યે ‘સર્બજનીન શ્રી શ્રી મહાશમશાન કાલી મંદિર’માં ઘેરો ઘાલ્યો અને બની રહેલ મંદિર તોડી પાડ્યું હતું.
તેમણે દેવી કાલીની મૂર્તિ તોડી પાડી અને અન્ય દેવતાઓની તસ્વીરોને અપવિત્ર કરીને મંદિરને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ તેઓએ જમીન પર અતિક્રમણ કરવા માટે એક કામચલાઉ દિવાલ બનાવી હતી. બીજા દિવસે સવારે આ બાબતની જાણ થતાં મંદિર અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. ઉપરાંત મંદિર સમિતિના પ્રમુખ અમર મજુમદારે 1 જૂનની બપોરે સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી હતી.
જોકે, પોલીસે લક્ષિત નફરતના ગુનાને ‘જમીન વિવાદ’ તરીકે આંકવાનો પ્રયાસ કર્યો. મીડિયા સાથે વાત કરતા સીતાકુંડ પોલીસ સ્ટેશનના OC મોહમ્મદ મોજીબુર રહેમાને દાવો કર્યો કે, “મંદિર સરકારી જમીન પર બનાવવામાં આવ્યું હતું. મારું માનવું છે કે આ ઘટના નજીકની જમીનના માલિક સાથે જમીન વિવાદને કારણે બની હતી.”