Wednesday, June 25, 2025
More

    ‘નોટિસ મળવા પર ડરે નહીં હિંદુ શરણાર્થીઓ, CAA માટે આવેદન કરે’: બંગાળમાં બોલ્યા અમિત શાહ, કહ્યું- મોદી સરકાર નાગરિકતા આપવા પ્રતિબદ્ધ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે (1 જૂન) પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપના ‘વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલન’ને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે મમતા બેનર્જીને લઈને અનેક પ્રહારો કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, બાંગ્લાદેશી માટે સૌથી વધુ મદદ બંગાળની TMC સરકાર કરે છે. વધુમાં તેમણે મમતા બેનર્જી પર પણ અનેક પ્રહાર કર્યાં હતા.

    સંબોધન દરમિયાન તેમણે એવું પણ કહ્યું કે, “મને જણાવવામાં આવ્યું છે કે, બંગાળમાં હિંદુ શરણાર્થીઓને નોટિસ મોકલવામાં આવી રહી છે. જેમાં તેમને કહેવામાં આવી રહ્યું છે કે, તેમનું નામ વોટર લિસ્ટમાંથી હટાવવામાં આવી રહ્યું છે. આવા શરણાર્થીઓએ ડરવાની જરૂર નથી. માત્ર નાગરિકતા સંશોધન અધિનિયમનું (CAA) આવેદન કરો અને અમે સુનિશ્ચિત કરીશું કે, તેમને ભારતીય નાગરિકતા મળી જાય.” 

    તેમણે એવું પણ કહ્યું કે, “વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં CAA લાવવામાં આવ્યો ચહે, જેથી આપણાં શરણાર્થીઓને પણ વોટ કરવાનો અધિકાર મળે. સાથે જ ભારતીય નાગરિક તરીકે તેમના ભવિષ્યને સુરક્ષિત કરવાની પણ તક મળે. આ બધી બાબતોને લઈને આ કાયદો લાવવામાં આવ્યો હતો.”