Tuesday, March 18, 2025
More

    રાજકોટ: નવરાત્રી આયોજનમાં શકીરાના ગીતો વગાડવા બાબતે હિંદુ જાગરણ મંચે નોંધાવી ફરિયાદ

    નવરાત્રીએ હિંદુઓ માટે શક્તિની ઉપાસનાનો ઉત્સવ છે. જેમાં હિંદુઓ ભેગા થઈને ગરબા કરીને માતાની આરાધના કરતા હોય છે. તેવામાં રાજકોટના એક ક્લબમાં કરાયેલ ગરબાનું આયોજન હાલ વિવાદમાં ઘેરાયું છે. હિંદુ સંગઠને આ બાબતે ફરિયાદ પણ નોંધાવી છે.

    રાજકોટના નીલ સિટી ક્લબમાં નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ગરબા કરવા પહોચ્યા હતા. તેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હોલિવુડ ગાયિકા શકીરાનું એક અંગ્રેજી ગીત વાગતુ સંભળાઇ અને દેખાય રહ્યું છે.

    જે બાદ હિંદુઓ રોષે ભરાયા હતા અને આ ઘટનાની આકરી નિંદા કરી હતી. તાજી જાણકારી મુજબ હિંદુ જાગરણ મંચે આ બાબતે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નીલ સિટી ક્લબ સામે ફરિયાદ નોંધાવી છે અને ક્લબમાં થઈ રહેલું આયોજન તાત્કાલિક રદ કરવાની માંગ પણ કરી છે.