Saturday, April 19, 2025
More

    ‘મમતા સરકાર મતદાર યાદીમાંથી કાઢી રહી છે હિન્દીભાષીઓ, હિંદુઓ અને પછાત સમુદાયના લોકોના નામ’: પશ્ચિમ બંગાળમાં ભાજપનો મોટો આરોપ, રજૂ કર્યા પુરાવા

    પશ્ચિમ બંગાળ વિધાસભામાં વિપક્ષના નેતા સુવેંદુ અધિકારી (Suvendu Adhikari) અને ભાજપ નેતા અમિત માલવિયાએ (Amit Malviya) મમતા બેનર્જીની (Mamata Banerjee) સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) રાજ્ય વહીવટના કેટલાક અધિકારીઓ સાથે મળીને હિન્દીભાષીઓ, હિંદુ મતદારો અને પછાત સમુદાયોના કેટલાક બંગાળી ભાષી મતદારોને પણ નિશાન બનાવી રહી છે.

    આ જ અંગે અમિત માલવિયાએ પણ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ સરકાર મતદાર યાદીમાંથી હિંદુ મતદારોના નામ દૂર કરી રહી છે, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં, જ્યારે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મતદારોના નામ ઉમેરી રહી છે. ઉદાહરણ તરીકે, ભાજપના ગઢ નાદિયામાં, અબ્દુલ રહેમાન શેખ નામના વ્યક્તિ તરફથી વિનંતી મળ્યા પછી, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરએ (BDO) તે જ દિવસે મતદાર યાદીમાંથી 98 હિંદુ નામો કાઢી નાખવાની પ્રક્રિયા શરૂ કરી.”

    તેમણે આગળ લખ્યું હતું કે, “આ પગલું મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિર્દેશો હેઠળ લેવામાં આવી રહ્યું છે. મતદાર યાદીઓ તૈયાર કરવામાં BDO મુખ્ય ભૂમિકા ભજવે છે – અને બેનર્જી જાણે છે કે રાજ્યમાં મુસ્લિમો તેમને મોટી સંખ્યામાં મત આપે છે – તે જોતાં, આ હિંદુઓને મતાધિકારથી વંચિત રાખવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.”

    આ જ મુદ્દે સુવેંદુ અધિકારીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે ભારતના ચૂંટણી પંચને BDO સામે કાર્યવાહી કરવા અપીલ કરી રહ્યા છીએ. અમે આ બાબતે અમારા કેન્દ્રીય નેતૃત્વને પણ જાણ કરી છે અને તેઓ આ મામલો યોગ્ય મંચ પર ઉઠાવશે. પછાત સમુદાયોના હિન્દીભાષી હિંદુ મતદારો અને બંગાળીભાષી મતદારોને નિશાન બનાવવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ થઈ રહ્યો છે.”

    તેમણે કહ્યું હતું કે, “અમે એવા સ્થળોએ આવા પગલાં સામે શાંતિપૂર્ણ વિરોધ રેલીઓનું પણ આયોજન કરીશું જ્યાં નિર્દોષ મતદારોને આ રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.” તેમણે દાવો કર્યો હતો કે, આ લોકોએ TMCને નકારી કાઢી એટલે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.