Friday, December 6, 2024
More

    ‘નમાજ માટે રજા મળી શકે તો હનુમાન ચાલીસા માટે કેમ નહીં?’: ઝારખંડમાં આસામ સીએમ હિમંતા બિસ્વા સરમા

    ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોરેન સરકારને ટાર્ગેટ કરતા સવાલ કર્યો કે જો શુક્રવારે નમાજ પઢવા માટે મુસ્લિમ બાળકોને રજા આપી શકાય તો મંગળવારે હનુમાન ચાલીસા કરવા માટે શા માટે શાળા બંધ ન થઇ શકે?

    મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, ‘આખા દેશમાં રવિવારે શાળાઓમાં રજા હોય છે, શુક્રવારે થાય છે શું? હું હેમંત સોરેનને પૂછવા માંગીશ કે જો તમે તેમને શુક્રવારે રજા આપી શકો તો અમારા બાળકો માટે પણ મંગળવારે શાળા બંધ કરો. હિંદુ કોમ્યુનલ નથી, જ્યારે બંધારણ બની રહ્યું હતું ત્યારે અમે કહી શકતા હતા કે રજા રવિવારે નહીં, મંગળવારે હોવી જોઈએ. અમે મોટું દિલ રાખીને રવિવારની રજા રાખી. આજે ઝારખંડમાં શાળાઓ શુક્રવારે બંધ થતી થઈ ગઈ છે. અમારામાં પણ દમ છે મંગળવારે શાળા બંધ કરાવવાનો.”

    વાસ્તવમાં ઝારખંડમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણીઓ થઇ રહી છે. 13 નવેમ્બર બાદ હવે 20 નવેમ્બરે દ્વિતીય તબક્કામાં મતદાન થવાનું છે. 23 નવેમ્બરના રોજ મતગણતરી થશે. ભાજપે આસામના મુખ્યમંત્રી મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને ઝારખંડના ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. તેઓ ભાજપની જીત માટે રોડમેપ તૈયાર કરી રહ્યા છે.