Tuesday, March 18, 2025
More

    ‘ઔરંગઝેબ હિંદુઓને ખતમ કરવા માંગતો હતો…હિંદુઓ ખતમ ન થયા પણ એ પોતે નષ્ટ થઈ ગયો’: આસામ સીએમ હિમંતા સરમા, કહ્યું- આપણો ઇતિહાસ હજારો વર્ષોનો

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમાએ તાજેતરમાં કોલકાતામાં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે હિંદુત્વ પર વાતો કરી અને કહ્યું કે હિંદુઓને ખતમ કરવા માટે નીકળેલા અનેક આક્રાંતાઓ ખતમ થઈ ગયા પણ સમુદાય આજે પણ અડીખમ ઉભો છે અને ભવિષ્યમાં પણ રહેશે. તેમણે ઔરંગઝેબનું ઉદાહરણ આપ્યું અને સાથે રાહુલ ગાંધી અને મમતા બેનર્જી વગેરે નેતાઓ પર પણ નિશાન સાધ્યું.

    આસામ સીએમએ કહ્યું, “લોકોને ઘરમાંથી કાઢ્યા, માર્યા, ભગાવ્યા…હિંદુ ધર્મમાંથી પરિવર્તન કરાવવા માટે ઔરંગઝેબથી જે કાંઈ થઈ શકતું હતું એ બધું જ કર્યું. પરંતુ ઔરંગઝેબ ખતમ થઈ ગયો, હિંદુ ખતમ ન થયા. ઔરંગઝેબે પ્રણ લીધા હતા કે હું હિંદુ ધર્મને ખતમ કરી દઈશ. પરંતુ હિંદુઓ ખતમ ન થયા. ઔરંગઝેબ પોતે ખતમ થઈ ગયો.”

    તેમણે આગળ ઉમેર્યું, “આજે પણ જો રાહુલ ગાંધી અને મમતા બેનર્જી વિચારતા હોય કે હિંદુ ખતમ થઈ જશે….તો તમે ખતમ થઈ જશો, હિંદુ ખતમ ન થઈ શકે. હિંદુ ખતમ ન થઈ શકે. આપણો હજારો વર્ષોનો ઇતિહાસ છે. ઉતાર-ચડાવો સ્વાભાવિક છે. ક્યારેક બંગાળમાં TMC આવશે, ક્યારેક બની શકે કે કોંગ્રેસ પણ દેશમાં રહી હશે. પરંતુ પછીથી નરેન્દ્ર મોદી પણ આવશે.”