Saturday, March 8, 2025
More

    દસમા ધોરણના ઇંગ્લિશ વિષયની હતી પરીક્ષા, શિક્ષકોએ ખોલી નાખ્યું ધોરણ 12ના ઇંગ્લિશ પેપરનું બંડલ: હિમાચલ પ્રદેશમાં રદ કરવી પડી પરીક્ષા 

    હિમાચલ પ્રદેશમાં 8 માર્ચના રોજ આયોજિત ધોરણ 12ની ઇંગ્લિશની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. કારણ પેપર લીક જણાવવામાં આવી રહ્યું છે. 

    રિપોર્ટ્સ અનુસાર, 7 માર્ચ ધોરણ 10ની ઇંગ્લિશની પરીક્ષા યોજાઈ હતી. પરંતુ ચંબા જિલ્લાના ચુવાડીની એક શાળામાં શિક્ષકોએ ભૂલથી ધોરણ 10ના ઇંગ્લિશના પેપરના સ્થાને ધોરણ 12નું ઈંગ્લિશનું પેપર ખોલી નાખ્યું હતું, જે વાસ્તવમાં બીજા દિવસે યોજાનાર હતું. ત્યારબાદ પેપર લીક થઈ ગયું. 

    આ બાબતની બોર્ડને જાણ કરવામાં આવતાં તપાસ થઈ હતી અને જેમાં પુષ્ટિ થતાં ઇંગ્લિશનું પેપર રદ કરી દેવામાં આવ્યું. આ બાબતની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ પેપર ફરીથી લેવા માટે નવી તારીખની જાહેરાત  જલ્દીથી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.