Monday, March 3, 2025
More

    ઇન્ફોસિસના સહ-સ્થાપક સામેના SC/ST કેસ પર હાઇકોર્ટેનો સ્ટે: ચુકાદો સાંભળીને કહ્યું- ખોટા આરોપો લગાવવામાં આવ્યા તેનું મને દુઃખ

    કર્ણાટક હાઇકોર્ટે (Karnataka High Court) બુધવારે (29 જાન્યુઆરી, 2025) ઇન્ફોસિસના (Infosys) સહ-સ્થાપક ગોપાલકૃષ્ણન (Gopalakrishnan) અને અન્ય 17 લોકો સામે દાખલ કરાયેલા S-ST એક્ટના (SC/ST Act) કેસને ફગાવી દીધો. બુધવારે જસ્ટિસ એસઆર કૃષ્ણ કુમારે આ કેસની સુનાવણી કરી હતી.

    આ પછી ગોપાલકૃષ્ણનનું નિવેદન પણ આવ્યું. તેમણે કહ્યું, “મને દુઃખ છે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના રક્ષણ માટે રચાયેલ કાયદાનો દુરુપયોગ કરીને મારા વિરુદ્ધ ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.”

    ઉલ્લેખનીય છે કે આ મામલો વર્ષ 2014નો છે. ત્યારબાદ, ભારતીય વિજ્ઞાન સંસ્થાના (IISc) ભૂતપૂર્વ પ્રોફેસર સના દુર્ગપ્પાની ફરિયાદ બાદ કોર્ટના આદેશ બાદ ગોપાલકૃષ્ણન અને અન્ય 17 લોકો સામે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

    દુર્ગપ્પાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેમને 2014માં હની ટ્રેપ કેસમાં ફસાવવામાં આવ્યા હતા અને બાદમાં તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણીઓ કરવામાં આવી હતી.