Tuesday, July 15, 2025
More

    કેદારનાથ નજીક રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ-બાળક સહિત 7ના મોતની આશંકા: CM ધામીએ વ્યક્ત કર્યું દુઃખ

    કેદારનાથ (Kedarnath) નજીક રુદ્રપ્રયાગમાં (Rudraprayag) હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash) થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ દુર્ઘટનામાં 7 યાત્રિકોના મોત થયા છે. રવિવારે (15 જૂન) સવારે આ ઘટના સામે આવી હતી. કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી હતી. મૃતકોમાં પાયલોટ અને બાળકનો સમાવેશ પણ થાય છે.

    માહિતી અનુસાર, આ હેલિકોપ્ટરમાં કુલ 7 યાત્રિકો સવાર હતા. હેલિકોપ્ટર કેદારનાથ મંદિરથી ગૌરીકુંડ જઈને યાત્રાળુઓને લઈ ગયું હતું. શરૂઆતની માહિતી મુજબ ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના ઘટી હતી. આ હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું હતું. UCADA અનુસાર, NDRF અને SDRF ઘટનાસ્થળે બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. હેલિકોપ્ટરમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના યાત્રિકોનો સમાવેશ થાય છે.

    આ અકસ્માતને લઈને CM ધામીએ દુઃખ પણ વ્યક્ત કર્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યા છે. SDRF, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા ચે. હું તમામ મુસાફરોની સલામતીની પ્રાર્થના કરું છું.” વિમાનમાં સવાર લોકોની ઓળખ રાજવીર (પાયલોટ), વિક્રમ રાવત, વિનોદ, ત્રિષ્ટિ સિંહ, રાજકુમાર, શ્રદ્ધા અને રાશિ (10 વર્ષ) તરીકે થઈ છે.