Sunday, March 16, 2025
More

    બ્રેકિંગ ન્યૂઝ: પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની GPSC અધ્યક્ષ તરીકે વરણી

    ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના નવા અધ્યક્ષ (GPSC Chairman) તરીકે IPS અધિકારી હસમુખ પટેલની (Hasmukh Patel) નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના (Government Of Gujarat) સામાન્ય વહીવટ વિભાગે આ અંગેનો આદેશ જારી કરીને માહિતી આપી છે. હસમુખ પટેલ પહેલાં પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. જ્યારે હવે તેઓ GPSCના નવા અધ્યક્ષ તરીકે સેવા આપશે.

    ગુજરાત સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર, હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું સંચાલન કરશે. તેમની આ નિમણૂકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળે તેવી અપેક્ષા છે.

    ઉલ્લેખનીય છે કે, હસમુખ પટેલને ઑગસ્ટ 2023માં પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. આ પહેલાં તેઓ SP તરીકે પ્રોહિબિશન, સુરત, પોરબંદર, વલસાડ, ભાવનગર રેલવેમાં ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત પણ તેઓ અનેક પદ પર કાર્ય કરી ચૂક્યા છે.