હાલમાં જ દેશના બે મહત્વના રાજ્યો હરિયાણા અને જમ્મી કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના મતદાન પૂર્ણ થયા છે. મંગળવારે સવારે તેની મતગણતરી પણ શરૂ થઈ ચૂકી છે.
મંગળવારે સવારે 8:00 વાગ્યે અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગરૂમના તાળા ખોલીને EVMને બહાર કાઢવામાં આવ્યા હતા અને મતગણતરી માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
Assembly Election Result LIVE: Who Will Form The Next Govt In J&K, Haryana? Latest From Counting Day
— Republic Kannada (@KannadaRepublic) October 8, 2024
.
.
.#Oct8WithArnab |#jammukashmir | #haryanaassemblyelection2024 #jammukashmirassemblyelection | #countingday | #arnabgoswami #arnabgoswamilive https://t.co/MNzXKwe7Ud
નોંધનીય છે કે હંમેશની જેમ આ વખતે પણ પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને બાદમાં જ EVMમાં પડેલા મત ગણવામાં આવશે.
ઉલ્લેખનીય એ પણ છે કે આ વખતે એક્સિટપોલ્સમાં બંને રાજ્યોમાં ભાજપની હાર થઈ દેખાઈ રહી છે. પરંતુ ભાજપ નેતાઓ બંને રાજ્યોમાં જીતને લઈને આશ્વત દેખાઈ રહ્યા છે.