Tuesday, April 15, 2025
More

    નાણાકીય વર્ષનો અંતિમ દિવસ હોવાથી હરિયાણા સરકારે ઈદની રજા કરી રદ્દ: જારી કર્યો સૂચના પત્ર

    હરિયાણા સરકારે (Haryana Government) આ વર્ષે ઈદ નિમિત્તે આપવામાં આવતી રજા (Cancel Eid Holiday) રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય નાણાકીય વર્ષ 2024-25ના સમાપનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગી દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે 31 માર્ચ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી, ઈદની રજાને પ્રતિબંધિત અવકાશમાં બદલી દેવામાં આવી છે.

    નોંધનીય છે કે હરિયાણા સરકારના કેલેન્ડરમાં, માર્ચ મહિનામાં 3 ગેઝેટેડ રજાઓ દર્શાવવામાં આવી છે. શુક્રવાર, 14 માર્ચે હોળીની રજા, રવિવાર, 23 માર્ચે શહીદ દિવસ અને સોમવાર, 31 માર્ચે ઈદ-ઉલ-ફિત્રની રજા દર્શાવવામાં આવી હતી. જોકે હવે જારી કરાયેલ સૂચના અનુસાર ઈદની રજા રદ્દ કરવામાં આવી છે.

    Haryana Eid Holiday
    જારી કરાયેલ સૂચના પત્ર

    સૂચનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 29 અને ૩૦ માર્ચે સપ્તાહાંત હોવાથી ઓફિસના કામકાજ પર અસર ન પડે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. તેથી, 31 માર્ચ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી, ઈદની રજાને પ્રતિબંધિત રજામાં બદલી દેવામાં આવી છે.

    એટલે કે આ દિવસે સરકારી કાર્યાલયો ખુલ્લા રહેશે. પરંતુ જો કોઈ કર્મચારી રજા લેવા ઈચ્છતો હોય તો, તો તે પરવાનગી લઈને રજા મેળવી શકે છે.