Friday, July 11, 2025
More

    ‘અરવિંદ કેજરીવાલે આખી જિંદગી જૂઠું બોલવામાં કાઢી’: હરિયાણાના CM નાયબ સિંઘ સૈનીએ યમુનાના પાણીનું કર્યું આચમન, AAP સુપ્રીમો પર કર્યા પ્રહાર

    AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) હરિયાણાની (Haryana) ભાજપ સરકાર પર એવો આરોપ લગાવ્યો હતો કે તેઓ યમુનાના પાણીમાં ઝેર (Yamuna Poison) ભેળવે છે. આ મામલે PM મોદીથી લઈને ચૂંટણી પંચ સુધીની ફટકારનો સામનો કરી ચૂક્યા છે. ત્યારે હવે તેમના આરોપોને ખોટા સાબિત કરવા માટે હરિયાણાના મુખ્યમંત્રીએ યમુના નદીનું પાણી પીધું હતું.

    હરિયાણા મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈની (CM Nayab Singh Saini) દિલ્હીના પાલ્લા ગામમાં પહોંચ્યા હતા અને ત્યાંથી જ તેમણે યમુના નદીના પાણીનો ઘૂંટડો ભર્યો હતો.

    ત્યારપછી તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “અરવિંદ કેજરીવાલે પોતાના રાજકીય લાભ માટે લોકોના મનમાં ભય પેદા કરવા માટે એક દુર્ભાગ્યપૂર્ણ નિવેદન આપ્યું છે. આજે હું અહીં માતા યમુના નદીના કિનારે આવ્યો છું અને યમુનાના પાણીનું આચમન કર્યું છે, પાણીનો ઘૂંટડો પીધો છે.”

    સૈનીએ કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, “તેમણે કહ્યું હતું કે હરિયાણાની ભાજપ સરકારે યમુના નદીમાં ઝેર ભેળવ્યું છે. તેમણે મોટાપાયે સામૂહિક નરસંહારની વાત કરી. જળ સંસાધન સત્તામંડળે અહીંથી નમૂના લીધા અને પાણીમાં કોઈ ઝેર મળ્યું નથી. અરવિંદ કેજરીવાલે આખી જિંદગી 10 વર્ષ જુઠ્ઠું બોલીને કાઢી છે.”