Wednesday, April 23, 2025
More

    અનેક ગુનાઓમાં સંડોવાયેલા કચ્છના હારુન અયુબ હિગોરજાના ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર: હર્ષ સંઘવીએ પોસ્ટ કરીને આપી માહિતી

    છેલ્લા ઘણા સમયથી કચ્છ સહિત વિવિધ જિલ્લાઓમાં ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં જ ગુજરાત સરકારના નિર્દેશો હેઠળ કચ્છમાં અનેક બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. તેવામાં હવે વધુ એક ગુનેગારના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, લૂંટ, ચોરી, નાગરિકો પરત હુમલો કરવાના આરોપી કચ્છ જિલ્લાના હારુન અયુબ હિગોરજા સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણોને ગાંધીધામ પોલીસે હટાવી દીધા છે.

    આ સાથે વિડીયોમાં પણ જોઈ શકાય છે કે, બુલડોઝર દ્વારા મોટી-મોટી ઇમારતોને ધ્વસ્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ એક હોટેલ પર પણ બુલડોઝર ચાલી રહ્યું હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ પહેલાં પણ કચ્છમાં અનેક આરોપીઓના બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.