Monday, June 16, 2025
More

    ‘ભૂપેન્દ્રભાઈનો દંડો લવ જેહાદની સામે છે’: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કહ્યું- ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર તો ચાલશે જ

    અમદાવાદના પાલડીમાં બુધવારે (12 ડિસેમ્બર) વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના કાર્યાલય ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે સાધુ-સંતોની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે લવ જેહાદ (Love Jihad) અને ગેરકાયદેસર બાંધકામને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

    તેમણે સંબોધન દરમિયાન કહ્યું હતું કે, “ગુજરાતમાં ખૂણે-ખૂણે ભૂપેન્દ્રભાઈ પટેલનો દંડો લવ જેહાદની સામે છે અને પોલીસ તેમની સામે કાર્યવાહી પણ કરી રહી છે. જો ઔવેસી ધર્મ માટે કહી શકે, એના પંથની રક્ષા માટે વિષયો મૂકી શકે, તો હું તો મારા રાજ્યની ભોળીભાળી દીકરીઓના રક્ષણ માટે બોલું છું.”

    આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, “16 જેટલા કિસ્સામાં ગૌહત્યા કરનારાઓને સજા આપવામાં આવી છે. માત્ર ગૌહત્યા કરનારાને પકડવા સુધી નહીં, પરંતુ તેને સજા અપાવવી ત્યાં સુધી સરકાર તે કેસની પાછળ રહે છે.” તેમણે ગેરકાયદેસર બાંધકામને લઈને કહ્યું કે, “જ્યાં-જ્યાં ગેરકાયદેસર બાંધકામો હશે, ત્યાં ભૂપેન્દ્રભાઈનું બુલડોઝર ચાલશે જ.”