Sunday, March 23, 2025
More

    ‘24 કલાકમાં જ ચોરીના 6 કેસ ઉકેલ્યા, ચોરાયેલી વસ્તુઓ મંદિર ટ્રસ્ટને કરી પરત’: ગુજરાત પોલીસની અસાધારણ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન

    ગુજરાત પોલીસની (Gujarat Police) ઝડપી કામગીરીના પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અવારનવાર તેમના વખાણ કરતા હોય છે. ત્યારે હવે ગાંધીધામ (Gandhidham) કચ્છ પોલીસ (Kutch Police) ટીમને તેમની ઝડપી કામગીરી માટે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) અભિનંદન પાઠવ્યા છે.

    નોંધનીય છે કે કચ્છના ગાંધીધામ વિસ્તારમાં આવેલ ચામુંડા માતા અને મોમાઈ માતા મંદિરમાં ચોરીના 6 કેસ સામે આવ્યા હતા. આ મામલા સામે આવ્યા કચ્છ પોલીસે ઝડપી કામગીરી હાથધરી હતી. તથા 24 કલાકમાં જ ચોરોને શોધી કાઢ્યા હતા.

    ગાંધીધામ પોલીસે 24 કલાકની અંદર જ ત્વરિત કાર્યવાહી કરીને મંદિરમાં ચોરી શોધી કાઢી  મંદિર ટ્રસ્ટને ચોરાયેલી વસ્તુઓ સોંપવાનો કોર્ટનો આદેશ મેળવી સફળતા મેળવી છે. ત્વરિત ધોરણે કેસ ઉકેલતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

    તેમણે પોલીસને અભિનંદન પાઠવતી પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, “ગાંધીધામ કચ્છ પોલીસ ટીમને તેમના અસાધારણ કાર્ય બદલ અભિનંદન!”

    આગળ લખ્યું હતું કે, “મંદિરમાં થયેલ ચોરી 24 કલાકમાં જ પકડાઈ, ચોરાયેલી વસ્તુઓ મંદિર ટ્રસ્ટને સોંપવાનો કોર્ટનો આદેશ મેળવ્યો. ચામુંડા માતા અને મોમાઈ માતા મંદિરમાં ચોરીના 6 કેસ ઉકેલાયા. આરોપીની 24 કલાકમાં ધરપકડ કરવામાં આવી.

    તેમણે લખ્યું હતું કે ન્યાય અને સમુદાય સેવા પ્રત્યેનું ગુજરાત પોલીસનું  સમર્પણ ખરેખર પ્રશંસનીય છે.