Tuesday, March 25, 2025
More

    ઉદ્ધવ સરકાર દ્વારા કંગના રનૌતને થયેલ હેરાનગતિને હંસલ મહેતા દ્વારા ઓછી દર્શાવવાના પ્રયાસનો અભિનેત્રીએ આપ્યો જડબાતોડ જવાબ

    મંગળવાર, 25 ફેબ્રુઆરીના રોજ, વિવાદાસ્પદ ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ (Hansal Mehta) ઉદ્ધવ સરકાર દ્વારા અભિનેત્રી કંગના રનૌતને (Kangana Ranaut) થતી હેરાનગતિને ઓછી આંકવાનો પ્રયાસ કર્યો. અભિનેત્રી અને ભાજપ સાંસદે જેનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.

    “શું તેમના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી? શું ગુંડાઓ તેમના પરિસરમાં ઘૂસ્યા હતા? શું તેઓએ તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતાને પડકારવા માટે કે કથિત FSI ઉલ્લંઘન માટે આમ કર્યું હતું? પ્લીઝ મને જણાવો. કદાચ મને હકીકતો ખબર નથી,” તેમણે X પર પોસ્ટ કર્યું હતું.

    અભિનેત્રી કંગના રનૌતે તેમના જુઠાણાનો પર્દાફાશ કરવામાં અને તેમને યોગ્ય જવાબ આપવામાં સહેજ પણ રાહ ના જોઈ અને X પર પોસ્ટ કરીને લખ્યું કે, “તેઓએ મને ‘હરામખોર’ જેવા નામોથી સંબોધી, ધમકી આપી, મોડી રાત્રે મારા ચોકીદારને નોટિસ આપી અને બીજા દિવસે સવારે કોર્ટ ખુલે તે પહેલાં, બુલડોઝરથી મારું આખું ઘર તોડી પાડવામાં આવ્યું.”

    “હાઇકોર્ટે આ કાર્યવાહીને સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાવી હતી. તેઓ તેના પર હસ્યા અને મારા દુ:ખ અને જાહેર અપમાનની વાહવાહી કરી.” તેમણે ભારપૂર્વક કહ્યું.

    કંગના રનૌતે ટ્વીટ કર્યું, “એવું લાગે છે કે તમારી માનસિક અસલામતી તમને માત્ર કડવા અને મૂર્ખ જ નહીં, પણ આંધળા પણ બનાવી દીધા છે, આ કોઈ થર્ડ ક્લાસ શ્રેણી કે ક્રૂર ફિલ્મ નથી જે તમે બનાવો છો, મારા દુઃખ સંબંધિત બાબતોમાં તમારા મૂર્ખ જુઠ્ઠાણા અને એજન્ડા વેચવાનો પ્રયાસ ન કરો, તેનાથી દૂર રહો.”