સંભલ જિલ્લાના જનેટા ગામમાં આસ્તાના-એ-આલિયા કાદરિયા નૌશાહિયા દરગાહની જમીનને લઈને સ્થાનિક યુવકે જિલ્લા મેજિસ્ટ્રેટને ફરિયાદ આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, દરગાહ સરકારી જમીન પર બનાવવામાં આવી છે અને વાર્ષિક ઉર્સ મેળા દરમિયાન ગેરકાયદેસર રીતે નાણાંને એકઠા કરવામાં આવે છે. ફરિયાદ મળ્યા બાદ આ વિશેની તાત્કાલિક તપાસ પણ શરૂ થઈ ગઈ છે.
યુવકની ફરિયાદ મળ્યા બાદ દરગાહની જામિની પરની માલિકીને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ વક્ફ કાયદો લાગુ થયા બાદ વક્ફ સાથે સંકળાયેલો આ પહેલો વિવાદ પણ બન્યો છે. હાલ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે, દરગાહની જમીન પર દર વર્ષે મોટાપાયે એક મજહબી મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થાય છે અને આ દરમિયાન મેળામાં આવતા લોકો પાસેથી ગેરકાયદેસર વસૂલી કરવામાં આવતી હોવાનો પણ આરોપ છે.