લશ્કર-એ-તૈયબાનો ફાઇનાન્સર (Lashkar-e-Taiba financer) અને વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો (Hafiz Saeed) નજીકનો સંબંધી પાકિસ્તાનમાં માર્યો ગયો છે. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. પાકિસ્તાનના કરાચીમાં ઈદ-ઉલ-ફિત્રના દિવસે અજાણ્યા બંદૂકધારીઓ (Unknown Gunmen) દ્વારા લશ્કરના એક ફાઇનાન્સરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
🚨 BIG BREAKING NEWS
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 31, 2025
Hafiz Saeed's relative & Lashkar-e-Taiba Financer, Qari Abdu Rehman SHOT DEAD by 'unknown gunmen' in Karachi, Pakistan 🔥
— 'Unknown gunmen' are ELIMINATING terrorists from the world 🎯 pic.twitter.com/TnuYvvNqrG
અબ્દુલ રહેમાન (Abdul Rehman) લશ્કર-એ-તોયબાના ભંડોળ એકત્રીકરણની કામગીરી સાંભળતો મુખ્ય વ્યક્તિ હતો. વિવિધ વિસ્તારોમાંથી પૈસા એકઠા કરનારા લોકો તેની પાસે એકઠી કરેલી રકમ લાવતા, જે તે લશ્કર-એ-તોયબાના આતંકવાદી કાર્યોને ભંડોળ પૂરું પાડવા માટે જૂથના ઉચ્ચ અધિકારીઓને મોકલતો હતો.
આ ઘટના 16 માર્ચે પાકિસ્તાનમાં હાફિઝ સઈદના અન્ય એક નજીકના સાથી અબુ કતલની હત્યાના થોડા દિવસો પછી બની છે. ઉલ્લેખનીય છે કે હાફિઝ સઈદ મુંબઈ પર 26/11ના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો અને તે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ રહે છે.