Wednesday, December 4, 2024
More

    વિદેશયાત્રા દરમિયાન જ્યાં-જ્યાં ગયા પીએમ મોદી, ત્યાં-ત્યાં થયું સન્માન: હવે ગુયાના અને બાર્બાડોઝ પણ એનાયત કરશે સર્વોચ્ચ સન્માન પુરસ્કાર

    વિદેશ યાત્રાના અંતિમ પડાવમાં આફ્રિકન દેશ ગુયાના (Guyana) પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) ત્યાંના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ સાથે બાર્બાડોઝ પણ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન પુરસ્કાર એનાયત કરશે. 

    ગુયાના વડાપ્રધાન મોદીને ‘ધ ઓર્ડર ઑફ ધ એક્સલન્સ’થી સન્માનિત કરશે. આ ત્યાંનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. ભારતના ‘ભારતરત્ન’ની સમકક્ષ ગણાય છે. 

    બીજી તરફ, બાર્બાડોઝે પણ પીએમ મોદીનું સન્માન કરવાની ઘોષણા કરી છે. જે અનુસાર, તેમને ‘ઓર્ડર ઑફ ફ્રીડમ ઑફ બાર્બાડોઝ’ એનાયત કરવામાં આવશે. 

    અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ ડોમિનિકાએ પણ પીએમ મોદીનું સન્માન કરવાની ઘોષણા કરી હતી. કોરોના સમયે ભારત સરકારે કરેલી મદદ પર કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ પુરસ્કાર ઘોષિત કરવામાં આવ્યો હતો.  ઉપરાંત, નાઇજીરીયાએ પણ પીએમનું સન્માન કર્યું હતું. 

    આ સાથે પીએમ મોદીનું સર્વોચ્ચ સન્માન પુરસ્કારથી સન્માન કરી ચૂક્યા હોય તેવા દેશોની સંખ્યા 19 પર પહોંચી છે. આ યાત્રા દરમિયાન પણ તેઓ જ્યાં-જ્યાં ગયા ત્યાં તેમનું ન માત્ર ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું, પણ સન્માનિત પણ કરવામાં આવ્યા.