તહેવારોના દિવસોમાં ગુજરાત પોલીસ (Gujarat Police) ટ્રાફિક અવેરનેસ માટે એક નવો જ અભિગમ અપનાવવા જઈ રહી છે. જે અનુસાર, આ દિવસોમાં પોલીસ ‘પાવતી બુક’ લઈને નહીં પણ ફૂલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઈને ઊભેલી જોવા મળશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતની જાહેરાત કરી છે.
દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે નવતર અભિગમ
— Harsh Sanghavi (@sanghaviharsh) October 30, 2024
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને ગુજરાત પોલીસ ફુલ આપીને પરિવાર માટે તેમના જીવનના મુલ્ય અંગેની સમજ આપશે
તહેવારોમાં પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા…
તેમણે X પર લખ્યું, “ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકને ગુજરાત પોલીસ ફૂલ આપીને પરિવાર માટે તેમના જીવનના મૂલ્ય અંગેની સમજ આપશે. ઉપરાંત, વાહનચાલકે જે નિયમ ભંગ કર્યો છે તેનું અવેરનેસ પેમ્ફલેટ આપવામાં આવશે.”
તહેવારો પર લોકો સુખરૂપ ઉજવણી કરી શકે અને તેમાં બિનજરૂરી અડચણ ન આવે તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.