Saturday, April 19, 2025
More

    દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત ટ્રાફિક પોલીસ દંડના સ્થાને આપશે ફૂલ: ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ કરી જાહેરાત

    હાલ હિંદુ ધર્મના સૌથી મોટા તહેવારોની સિઝન ચાલી રહી છે. દિવાળીના આ તહેવારોમાં લોકોને અગવડ ના પડે એટલે ગુજરાત ટ્રાફિક પોલીસે એક અગત્યની જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોસ્ટ કરીને આ બાબતે જાણકારી આપી છે.

    એક નવતર પ્રયોગ અંતર્ગત 30 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી એટલે કે તહેવારો દરમિયાન ગુજરાત ટ્રાફિક પોલીસના જવાનો પાવતી બુકના સ્થાને ફૂલ અને ટ્રાફિક અવેરનેશના પેન્ફ્લેટ લઈને ઊભા રહેશે.

    આ દિવસો દરમિયાન તેઓ વાહન ચાલકોને નિયમ ભંગ કરવા બદલ દંડની પાવતીના સ્થાને ફૂલ અને પેનફ્લેટ આપીને તેમણે નિયમો પાળવા માટે પ્રેરિત કરશે.