Friday, February 7, 2025
More

    ઓનલાઈન ટિકિટ બુકિંગમાં ટોચના સ્થાને ગુજરાત ST: દૈનિક ધોરણે 75 હજાર ટિકિટનું વેચાણ, 2 વર્ષમાં 4 કરોડ ટિકિટથી ₹1036 કરોડની આવક મેળવી 

    શુક્રવારે (3 જાન્યુઆરી) એક અગત્યની જાણકારી આપતાં ટ્રાન્સપોર્ટ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય માર્ગ-પરિવહન નિગમે સૌથી વધુ પ્રમાણમાં ઓનલાઇન બુકિંગ સાથે દેશમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. 

    રાજ્યમાં દરરોજની 75,000 ટિકિટ માત્ર ઓનલાઇન માધ્યમથી બુક કરવામાં આવે છે, જે આખા દેશમાં સૌથી વધુ છે. 

    હર્ષ સંઘવીએ જાણકારી આપતાં કહ્યું કે, છેલ્લાં 2 વર્ષમાં ST કોર્પોરેશને ઓનલાઇન ટિકિટ બુકિંગથી ₹1036 કરોડની આવક મેળવી છે અને કુલ 4 કરોડ ટિકિટ વેચી છે. 

    તેમણે ડિજિટલ ટિકિટિંગમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવા બદલ ગુજરાત STને અભિનંદન પાઠવ્યા હતા.