નાણાકીય ગેરરીતિના કેસમાં પકડાયેલા ગુજરાત સમાચારના માલિકો પૈકીના એક બાહુબલી શાહને અમદાવાદની સ્પેશિયલ ED કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે.
કોર્ટે 31 મે સુધી બાહુબલી માટે વચગાળાના જામીન મંજૂર કર્યા હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. દેશગુજરાતના રિપોર્ટ અનુસાર, જામીન મેડિકલ ગ્રાઉન્ડ પર આપવામાં આવ્યા છે. બાહુબલીની ઉંમર 73 વર્ષની છે. ધરપકડ બાદ પણ તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે એજન્સીઓ પકડવા આવે ત્યારે હૉસ્પિટલ ભેગા થયા હોય તેવાઓની સંખ્યા પણ હવે ઠીકઠાક થતી જાય છે.
ગુરુવારે (15 મે) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુજરાત સમાચાર અને GSTVની ઑફિસ તેમજ અન્ય ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ બાહુબલીની ધરપકડ કરી લેવામાં આવી. જોકે કારણો અને અન્ય વિગતો જણાવવામાં આવી નથી.
ધરપકડ બાદ અચાનક બાહુબલી શાહની તબિયત લથડી જતાં તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.