Tuesday, March 18, 2025
More

    સમગ્ર રાજ્યમાં 13થી 27 ઑક્ટોબર સુધી ભાડૂઆત નોંધણી માટે ખાસ ડ્રાઇવ: ગુજરાત પોલીસ 

    સમગ્ર ગુજરાતમાં આગામી 13થી 27 ઑક્ટોબર સુધી ભાડૂઆત નોંધણી માટે ખાસ ડ્રાઇવ યોજવામાં આવશે. 

    આ બાબતની જાણકારી ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવી છે. 

    પોલીસે X પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘રાજ્યભરમાં તા.13 થી 27 ઑક્ટોબર, 2024 દરમિયાન ભાડૂઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ભાડૂઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે, જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકાય છે.’

    પોલીસે કહ્યું કે, આ વિશેષ અભિયાનનો હેતુ ભાડૂઆતની ઓંધણીના નિયમનું ચુસ્ત પાલન થાય અને સૌ સુરક્ષિત અને સલામત રહે તે માટેનો છે. 

    તેમણે પોલીસને સહકાર આપીને ભાડૂઆત અંગેની નોંધણી કરાવવા માટે જણાવ્યું હતું. સાથે જણાવવામાં આવ્યું હતું કે ઓનલાઇન માધ્યમે પણ સરળતાથી થઈ શકશે.