ગુજરાતમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીને લઈને ખૂબ પ્રશ્નો ઉઠી રહ્યા હતા, જેના પર હવે પૂર્ણવિરામ લાગ્યું છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ વિશે નિવેદન આપ્યું છે.
પોતાના આધિકારિક X હેન્ડલ પરથી પોસ્ટ કરીને તેઓએ લખ્યું છે કે પોલીસ ભરતીની શારીરિક કસોટી આ જ વર્ષે 25 નવેમ્બરની આસપાસ શરૂ થઈ જશે.
પોલીસ ભરતી ની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) October 11, 2024
આ માહિતી ને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.
વધુ જાણકારી આપતા તેઓએ લખ્યું છે જે જે ઉમેદવારોએ PSI તથા PSI અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમની કસોટી સૌપહેલા લેવાશે. ઉપરાંત તેઓએ ઉમેદવારોને આ માહિતીને ધ્યાનમાં રાખવાની સલાહ પણ આપી છે.