Tuesday, March 18, 2025
More

    ગુજરાત પોલીસનું મહત્વપૂર્ણ પગલું, પોલીસકર્મીની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

    રાજ્યના નાગરિકોને ઝડપી સુવિધા અને સુરક્ષા પૂરી પાડવાના પ્રયાસોમાં હવે ગુજરાત પોલીસે (Gujarat Police) વધુ એક મોટું પગલું ભર્યું છે. પોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે હેલ્પલાઈન નંબર (Helpline Number) જાહેર કરવામાં આવ્યો છે. હેલ્પલાઈન નંબર 14449 પર કોલ કર્યા બાદ નાગરિકો કોઈપણ પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે.

    ગુજરાત પોલીસના આધિકારિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની પોસ્ટ કરવામાં આવી છે. પોસ્ટમાં એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, “આપની જાગૃતિ. રાખશે આપને સલામત.” વધુમાં લખાયું છે કે, “જો આપ પોલીસની વર્તણૂકમાં અસભ્યતા અનુભવો છો તો ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર 14449 પર સંપર્ક કરો અને સહાય મેળવો.”