PM મોદીએ (PM Modi) ભારતીય હવામાન વિભાગના (IMD) 150માં સ્થાપના દિવસના સમારોહમાં ભાગ લીધો અને ‘મિશન મૌસમ’નો શુભારંભ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે મકરસંક્રાંતિને (Makar Sankranti) પોતાનો પ્રિય તહેવાર પણ ગણાવ્યો હતો. તેમણે સંબોધન દરમિયાન કહ્યું કે, “હું ગુજરાતનો રહેવાસી છું તો મારો પ્રિય તહેવાર પણ મકરસંક્રાંતિ જ હતો. આજે તો ગુજરાતમાં (Gujarat) બધા જ લોકો ધાબા પર હશે.”
તેમણે વધુમાં કહ્યું કે, “આજે ગુજરાતના બધા લોકો આખો દિવસ મજા માણે છે. હું પણ ક્યારેક ત્યાં રહેતો હતો અને મારો શોખ પણ એટલો જ હતો. ખેર, આજે તો હું તમારા બધાની વચ્ચે છું. આજે સૂર્ય ધનથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય ધીરે-ધીરે ઉત્તર તરફ પ્રયાણ કરે છે. તેથી અમારે ત્યાં અને ભારતીય પરંપરામાં તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે.”
નોંધવા જેવું છે કે, ગત વર્ષે PM મોદીએ ઉત્તરાયણના દિવસે ગૌસેવા કરીને ધન્યતા અનુભવી હતી. સામાન્ય રીતે ઉત્તરાયણમાં દાનનો ખૂબ મહિમા દર્શાવવામાં આવ્યો છે. જેના કારણે ગુજરાતમાં ગૌસેવા પણ ખૂબ મહત્વની માનવામાં આવે છે. તેથી PM મોદીએ પણ પ્રધાનમંત્રી આવાસમાં ગૌસેવા કરી હતી.