Tuesday, March 4, 2025
More

    તહેવારો પહેલા સરકારે બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નવા નિયમો પાડ્યા બહાર

    વડોદરાના હરણી બોટકાંડ બાદ ગુજરાતમાં લગભગ દરેક જગ્યાએ બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ આંશિક અથવા સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયા હતા. પરંતુ હવે તહેવારોની સીઝન આવતા સરકારે આ સુવિધાઓ ફરી શરૂ થાય તે માટે નવા અને આકરા નિયમો બહાર પાડ્યા છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ હેતુસર મુખ્યમંત્રીએ ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમો 2024ને મંજૂરી આપી છે.

    • વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે અરજી કરવાની રહેશે
    • સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને કરવાની રહેશે અરજી
    • વોટરસાઈડ સેફ્ટી કમિટી સમયાંતરે ઈન્સ્પેક્શન કરાશે
    • બોટ સંચાલન-વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનું ઈન્સ્પેક્શન કરાશે
    • નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલાં લેવાશે

    આશા છે કે સંચાલકો આ નિયમોને પાળશે અને આ સુવિધાને વધુ સુરક્ષિત અને સુચારુરૂપથી આગલા વધાવશે.