Wednesday, May 14, 2025
More

    વલસાડ, બરોડા, કચ્છ…: ઠેરઠેર તૂટ્યાં ડ્રગ્સ પેડલરોનાં ગેરકાયદેસર ઠેકાણાં, ગુજરાત સરકારની કાર્યવાહી

    ગુજરાતમાં ડ્રગ્સ પેડલરો વિરુદ્ધ સરકાર તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડ્રગ્સ પેડલરોના ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસનની સાથે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની માહિતી આપી છે અને વિડીયો પણ પોસ્ટ કર્યા છે. તેમણે કહ્યું છે કે, ગુજરાત સરકારે ડ્રગ્સની તસ્કરી વિરુદ્ધ સખત કાર્યવાહી કરતા ઘણા જિલ્લાઓમાં ગેરકાયદે દબાણોને દૂર કર્યા છે. વલસાડ, વડોદરા અને કચ્છ જેવા જિલ્લાઓમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું છે કે, આ નશીલા પદાર્થોની તસ્કરીમાં સામેલ લોકો માટે એક કડક સંદેશ છે. કાયદો તેમને પકડી લેશે અને ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરી દેવામાં આવશે. વધુમાં તેમણે હાકલ કરી છે કે, “આવો એક સુરક્ષિત, નશામુક્ત સમાજના નિર્માણ માટે સાથે મળીને કામ કરીએ.”