Monday, March 24, 2025
More

    ભૂપેન્દ્ર સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિરનો 21 નવેમ્બરથી પ્રારંભ: સોમનાથના સમુદ્ર કિનારે મંત્રીમંડળ-અધિકારીઓ કરશે વિકાસની ચર્ચા

    ગુરુવાર (21 નવેમ્બર)થી ભૂપેન્દ્ર સરકારની (Gujarat Government) ચિંતન શિબિરનો (Chintan Shibir) પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ અને હિંદુઓના પવિત્ર તીર્થસ્થળ સોમનાથ (Somnath) ખાતે આ શિબિર યોજવામાં આવી છે. આ ત્રિદિવસીય શિબિરમાં રાજ્ય સરકારનું મંત્રીમંડળ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેવાના છે.

    શિબિરમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા અને સામૂહિક મંથન-ચિંતન કરવામાં આવશે.

    રાજ્ય સરકારની આ 11મી ચિંતન શિબિર છે. જેમાં ત્રણ દિવસ માટે સામૂહિક યોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીમંડળ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના વિકાસને લઈને બહુવિધ ચર્ચા કરશે.