ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે એક અગત્યના નિર્ણયમાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાંમાં વધારાને મંજૂરી આપી છે.
સીએમ પટેલે આપેલી જાણકારી અનુસાર, આ વધારાનો અમલ જાન્યુઆરી 2025થી કરવામાં આવશે અને તેનું એરિયર્સ એપ્રિલ 2025ના પગાર સાથે ચૂકવાશે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 16, 2025
☀️સાતમા પગાર…
વધુ વિગતો મુજબ, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6%નો વધારો થશે.
આ ત્રણ માસની એટલે કે 1 જાન્યુઆરી, 2025થી 31 માર્ચ, 2025 સુધીની તફાવતની રકમ એક જ હપ્તામાં એપ્રિલ 2025ના પગાર સાથે ચૂકવી દેવામાં આવશે.
રાજ્ય સરકાર અનુસાર, મોંઘવારી ભથ્થાંમાં વધારાનો લાભ રાજ્ય, પંચાયત સેવા અને અન્ય એમ કુલ 4.78ળ આંખ કર્મચારીઓ અને 4.81 લાખ નિવૃત્ત કર્મચારીઓને મળશે. જેમાં સરકાર એરિયર્સ પેટે કુલ ₹235 કરોડ ખર્ચશે અને વાર્ષિક વધારાનો ₹946 કરોડનો બોજ પડશે.