Sunday, November 3, 2024
More

    સરકારી કર્મચારીઓને દિવાળીમાં મળશે સળંગ 4 રજા: પડતર દિવસે રજા જાહેર કરતો સરકારી પરિપત્ર

    ગુજરાતની સંવેદનશીલ ભાજપ સરકારે સરકારી કર્મચારીઓને એડવાન્સ પગાર તથા બોનસ ઉપરાંત વધુ એક દિવાળી ભેટ આપી છે. આ વખતે દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે એટલે કે 1 નવેમ્બરના રોજ પડતર દિવસ આવે છે. સરકારે પરિપત્ર જાહેર કરીને આ પડતર દિવસને સરકારી રજા જાહેર કરી છે.

    સરકારી કેલેન્ડર 2024 મુજબ 31 ઓક્ટોબર ગુરુવારના દિવાળીની, 2 નવેમ્બર શનિવારના રોજ નવા વર્ષની તથા 3 નવેમ્બર રવિવારના દિવસે ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. આ વચ્ચે 1 નવેમ્બર શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ હતી.

    પરંતુ કર્મચારીઓની સુવિધાને ધ્યાને લઈને ગુજરાત સરકારે પડતર દિવસના દિવસે રજા જાહેર કરી દીધી છે, જેથી તેઓ તહેવારોનો મહત્તમ આનંદ લઈ શકે. નોંધનીય છે કે કેલેન્ડરમાં આ રજા એડજસ્ટ કરવા માટે 9 નવેમ્બરના રોજ આવતી બીજા શનિવારની રજાના દિવસે સરકારી કચેરીઓ ચાલુ રાખવામાં આવશે.