ગોધરા હિંદુ હત્યાકાંડ પર બનેલી હિન્દી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ (The Sabarmati Report) એક પછી એક ભાજપશાસિત રાજ્યોમાં કરમુક્ત થઈ રહી છે ત્યારે હવે ગુજરાતમાં (Gujarat) પણ આવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ, સમાચાર છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ફિલ્મ નિહાળશે.
સીએમ બુધવારે (20 નવેમ્બર) સાંજે અમદાવાદના આશ્રમ રોડ સ્થિત એક સિનેમાઘરમાં ફિલ્મ નિહાળશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
ગુજરાતમાં આ ફિલ્મને કરમુક્ત બનાવવાની માંગ ઉઠી રહી છે ત્યારે શક્યતા છે કે સરકાર આ મુદ્દે કોઈ નિર્ણય લઈ શકે.
ઉલ્લેખનીય છે કે ‘ધ સાબરમતી રિપોર્ટ’ પહેલાં જ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ હરિયાણા અને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવામાં આવી ચૂકી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સૌપ્રથમ ફિલ્મ ટેક્સ ફ્રી કરવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ હરિયાણા સીએમ નાયબ સિંઘ સૈનીએ પણ કેબિનેટ સાથે ફિલ્મ નિહાળ્યા બાદ ફિલ્મને કરમુક્ત કરવાની જાહેરાત કરી હતી.
हमारी सरकार ने "द साबरमती रिपोर्ट" फिल्म को राजस्थान में कर-मुक्त (टैक्स फ्री) करने का सार्थक निर्णय लिया है।
— Bhajanlal Sharma (@BhajanlalBjp) November 20, 2024
यह फिल्म इतिहास के उस भयावह काल-खंड को यथार्थ रूप में दर्शाती है, जिसे कुछ स्वार्थी तत्वों ने अपने निहित स्वार्थों की पूर्ति के लिए विकृत करने का कुत्सित प्रयास किया। यह…
બુધવારે (20 નવેમ્બર) રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની ઘોષણા કરી હતી. તેમણે ફિલ્મની પ્રશંસા પણ કરી હતી.