Sunday, March 16, 2025
More

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા પ્રયાગરાજ મહાકુંભ, કર્યા લેટે હનુમાનના દર્શન: ત્રિવેણી સંગમમાં કરશે પવિત્ર સ્નાન

    શુક્રવાર, 7 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં (Prayagraj MahaKumbh) ભાગ લેવા પહોંચ્યા છે. તેઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન પણ કરશે. આ દરમિયાન UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હાજર રહેશે.

    અહેવાલો મુજબ બપોરે 12:30 વાગે CM પટેલ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. નોંધનીય છે કે તેઓ વહેલી સવારે પ્રયાગરાજ પહોંચી ગયા હતા. પહેલા તેઓએ લેટે હનુમાન મંદિર (lete hanuman mandir) ખાતે પૂજા અર્ચના કરી હતી.

    હમણાં સુધી દેશ વિદેશમાંથી અનેક ખ્યાતનામાં વ્યક્તિઓ મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે. ગત 5 ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહાકુંભની મુલાકાત લીધી હતી અને સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. તેઓએ તમામ દેશવાસીઓ માટે સુખ-સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના કરી હતી.