ગુજરાત સરકારે રાજ્યના વિકાસ કાર્યક્રમોને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર ભાજપના નેતૃત્વવાળી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) ગુજરાત સરકારે રાજ્યના ધારાસભ્યોને (MLA Grant) આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કર્યો છે.
અહેવાલ મુજબ CM ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ધારસભ્યોને આપવામાં આવતી ગ્રાન્ટમાં કુલ 1 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. DD ન્યુઝ ગુજરાતીના અહેવાલ અનુસાર પહેલાં ધારાસભ્યોને ₹1.50 કરોડની ગ્રાન્ટ આપવામાં આવતી હતી. ત્યારે હવે આ રકમમાં ₹1 કરોડનો વધારો કરીને ₹2.50 કરોડ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય
— DD News Gujarati (@DDNewsGujarati) April 9, 2025
ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં ૧ કરોડ રૂપિયાનો વધારો
હવે ૧.૫૦ કરોડ રૂપિયાના બદલે ૨.૫૦ કરોડ રૂપિયા મળશે pic.twitter.com/gbSLCxilIY
આ અગાઉ મહિલા દિને સરકારે ફક્ત મહિલાઓ માટે ₹2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવ્યા બાદ અન્ય ધારાસભ્યો દ્વારા પણ ગ્રાન્ટ વધારાની માંગ કરી હતી. ત્યારે હવે સરકારે બધા જ ધારાસભ્યોની ગ્રાન્ટમાં ₹1 કરોડનો વધારો કર્યો છે. આ ₹2.50 કરોડમાંથી ₹50 લાખ કેચ ધ રેઇન અભિયાનમાં ઉપયોગમાં લેવાશે.