Sunday, March 23, 2025
More

    20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ: 19એ શરૂ થશે વિધાનસભા સત્ર, જંત્રી દરમાં રાહત મળવાની સંભાવના

    ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી મહિનામાં યોજાશે. જે 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 28મી માર્ચ સુધી ચાલશે. માહિતી અનુસાર, નાણામંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. આ સત્રમાં જંત્રીના દરમાં રાહત મળી તેવી સંભાવના છે.

    આગામી સમયમાં સરકાર કેટલાક પ્રજાલક્ષી નિર્ણયો પણ લઈ શકે છે. સાથે જ લોકોને કેટલીક રાહતો પણ આપી શકે છે. ખેડૂતલક્ષી મહત્ત્વ નિર્ણયો લેવાય તેવી પણ ચર્ચા છે. બજેટ સત્રની તારીખનો હુકમ રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યો છે. 19 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે બજેટ સત્રની શરૂઆત થશે.

    આ મહત્વપૂર્ણ સત્રમાં નાણામંત્રી કનુ દેસાઈ રાજ્ય બજેટ રજૂ કરશે, જેમાં આગામી વર્ષ માટે સરકારની નાણાકીય યોજનાઓ અને વિકાસ પહેલની રૂપરેખા આપવામાં આવશે. સત્રની શરૂઆત રાજ્ય બજેટ રજૂ કરવા સાથે થશે, જેમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સામાજિક કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રો માટે મુખ્ય ફાળવણીઓ જાહેર થવાની અપેક્ષા છે.